PM-KISAN યોજના

blog

PM-KISAN યોજના શું છે?

ભારત સરકાર દ્વારા શરૂ કરેલી PM-KISAN યોજના ખેડૂતોને નાણાકીય મદદ આપવા માટે બનાવવામાં આવી છે. આ યોજના ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતોને ખેતી ખર્ચમાં સહાય કરે છે.

👉 આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ₹6000 મળે છે.

પૈસા કેવી રીતે મળે છે?

કુલ ₹6000 વર્ષમાં

3 હપ્તામાં મળે છે

દરેક હપ્તો ₹2000 નો હોય છે

પૈસા સીધા બેંક ખાતામાં જમા થાય છે (DBT)

આ પૈસા ક્યાં ઉપયોગી છે?

ખેડૂતો આ રકમનો ઉપયોગ કરી શકે છે:

બીજ ખરીદવા

ખાતર લેવા

મજૂરી ખર્ચ માટે

સિંચાઈ ખર્ચ માટે

એટલે કે, રોજિંદા ખેતીના ખર્ચમાં થોડી રાહત મળે છે



યોજનાનો મુખ્ય હેતુ શું છે?

ખેડૂતની આવકમાં વધારો કરવો

ખેતીનો ખર્ચ ઓછો કરવો

ખેડૂતોને નાણાકીય રીતે મજબૂત બનાવવું

ખેડૂતો માટે મહત્વની વાત

ઘણા ખેડૂતોને પૈસા સમય પર નથી મળતા કારણ કે:

KYC પૂર્ણ નથી

બેંક ખાતામાં ભૂલ છે

જમીનના રેકોર્ડ update નથી

આ બાબતો ચેક કરવી ખૂબ જરૂરી છે

📢 Khetly સલાહ

જો તને PM-KISAN ના પૈસા નથી મળતા

તો નજીકના CSC center અથવા ગ્રામ પંચાયત ખાતે તપાસ કરવી.